દેશમાં ટૂંક સમયમાં પૂરની ભવિષ્યવાણી આર્ટિફીશીયલ ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે. Googleનું AI બેસ્ડ પૂરની ભવિષ્યવાણી સિસ્ટમ ચોમાસાની શરૂઆત પહેલા ભારતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. કંપનીએ I/O ડેવલોપર કોન્ફરન્સમાં તેની જાહેરાત કરી હતી. આ Googleના નવા પ્રોગ્રામનો ભાગ છે, જેને AI ફોર સોશિયલ કોઝ નામ આપવામાં આવ્યું છે.
AI અલગોરીધમથી તે ઓળખવામાં સક્ષમ હશે કે કયા વિસ્તારમાં પૂર આવવાની સંભાવના છે અને પછી લોકોને તે અંગે એલર્ટ કરવામાં આવશે. કંપની ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેના માટે કંપનીએ સેન્ટ્રલ વોટર કમિશન પાસેથી વિવિધ માહિતી પણ મેળવી છે.
પૂરથી બચવા અંગે જાગ-તતા વધારવામાં મદદ કરવા અને સારી રીતે પૂર્વાનુમાન મોડલ બનાવવા માટે અમે AI અને જરૂરી કોમ્પ્યુટેશનલ પાવરનો ઉપયોગ કરી રહ્યા છે, જે ભવિષ્યવાણી કરશે કે પૂર ક્યારે અને ક્યા આવશે. આ જાણકારીને કંપનીના પબ્લિક અલર્ટમાં સામેલ કરવામાં આવશે.
કંપનીનું આ ફીચર ભારત માટે ઘણું લાભદાયક સાબિત થઈ શકે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન દેશના ઘણા બધા રાજ્યોમાં પૂરની તબાહીના દ્રશ્યો જોવ મળે છે. ગયા વર્ષે જ કેરળમાં આવેલા પૂરમાં ઘણા લોકોના મોત થયા હતા અને રાજ્યને ઘણું નુકસાન પહોંચ્યુ હતું.