હાલમાં માર્કેટમાં અનેક ફ્રન્ટ કેમેરા અને વીજીએ ફેસિલિટીના સ્માર્ટફોન્સ આવી ચૂક્યા છે. જે પણ સ્માર્ટફોન્સ આવે છે તે એટલા સારા કેમેરા ફીચર્સ ધરાવે છે કે સેલ્ફીના શોખીનોને વધારે કંઇ કરવું પડતું નથી. જો તેઓ થોડી એન્ગલ અને લાઇટિંગની સૂઝ રાખે તો તેઓ સારી સેલ્ફી લઇ શકે છે. જો કે અહીં આપવામાં આવેલા કેટલાક એન્ગલ તમારી સેલ્ફીને વધારે સ્માર્ટ બનાવવામાં મદદરૂપ થશે.
- સેલ્ફી લેતા સમયે બેસ્ટ લુક માટે ફેસની પોઝિશન કોઈ એક સાઈડ પર હોય તો સેલ્ફીમાં ચાર ચાંદ લાગી જાય છે.
- સેલ્ફી લેતી વખતે કેમેરાને ઝૂમ ન કરવું, કારણકે આમ કરવાથી ફોટો સારો નથી આવતો.
- બને ત્યાં સુધી સેલ્ફી લેતા સમયે કેમેરાને ઉપર રાખો. એનાથી ફોટોમાં તમારો ફેસ જાડો નહી લાગે.
- પરફેક્ટ સેલ્ફી માટે જરૂરી છે કે રોશની યોગ્ય હોય. ઓછી રોશનીમાં લીધેલી સેલ્ફી સારી નહીં આવે.
- ધ્યાન રાખો કે સેલ્ફી લેતા સમયે પાછળનું બેકગ્રાઉન્ડ સારુ હોય.
- સેલ્ફી સ્ટીકથી સેલ્ફી લો. એનાથી સેલ્ફી લેવી સરળ બની જાય છે અને સાથે ફોટો પણ ખૂબ મસ્ત આવે છે.
- સેલ્ફી લેતા સમયે બહુ વધારે મેકઅપ ન કરો. કારણકે વધારે ભડકીલો મેકઅપ તમારી સેલ્ફીને ખરાબ કરી નાખે છે. નેચરલ મેકઅપની સાથે લીધેલી સેલ્ફી વધારે અસરદાર હોય છે.