29 એપ્રિલના લોકસભાની ચૂંટણીમાં ચોથા ચરણનું મતદાન થઈ રહ્યું છે ત્યારે માયાનગરી મુંબઇમાં બોલિવૂડ સ્ટાર પણ દેશના સૌથી
મહત્વના પર્વમાં જોવા મળ્યા હતા.
જેમાં ઉર્મિલ માતોંડકર જે કોંગ્રેસના ઉત્તર મુંબઇથી ઉમેદવાર પણ છે તેમણે પણ મતદાન કર્યું હતું
આ ઉપરાંત અભિનેત્રી રેખા, પ્રિયંકા ચોપડા, પરેશ રાવલ, અમીર ખાન સહિત ઘણાં સ્ટાર જોવા મળ્યા હતા.
તો બચ્ચન પરિવાર એક સાથે મહાપર્વમાં ભાગ લેવા માટે પહોંચ્યું હતું. બીજી તરફ કરીના કપૂર ખાન પોતાના પુત્ર સાથે મતદાન કરવા
પહોંચી હતી.
તો સલમાન ખાન, સોનાલી બેન્દ્રે પણ લોકશાહીના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.