ચોથા ચરણનું મતદાન સમાપ્ત થવાની સાથે જ આજે વધુ 72 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયું. જેમાં માયાનગરી મુંબઇની 6 સહિત મહારાષ્ટ્રની 17 બેઠકો માટેનું મતદાન થયું છે.
જો જાણીતા ચહેરાઓમાં ગિરીરાજ સિંહ અને કનૈયા કુમાર (બેગુસરાય, બિહાર), ડિમ્પલ યાદવ (કનોજ, યુપી), સલમાન ખુરશીદ (યુપી), સાક્ષી મહારાજ (ઉન્નાવ, યુપી) નો સમાવેશ થાય છે.
મુંબઇની વાત કરવામાં આવે તો ઉર્મિલા માતોંડકર (મુંબઈ ઉત્તર), મિલિંદ દેવરા (મુંબઈ, દક્ષિણ), પ્રિયા દત્ત (મુંબઈ દક્ષિણ) અને બાબુલ સુપ્રિયો(પ.બંગાળ) જેવા નેતાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું છે. જેનું પરિણામ 23 મેના રોજ જાહેર થશે.