કોરોનાનો કહેર હજુ ગયો નથી ત્યારે કોરોનાના કારણે લોકોમાં બીજી બીમારીઓ જોવા મળી રહી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કોરોનાથી સારા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ નામના એક ફંગલ ઈન્ફેક્શનનો ભોગ બન્યા હતા. જે સંક્રમિત લોકોની આંખો, નાક અને જડબા ઓગાળી દે છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આ સંક્રમણ ધીમે-ધીમે વધીને લોકોના મગજને અસર કરે છે. આ બધા વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં “ગુલિયન બેરે સિન્ડ્રોમ” નામની બીમારીના લક્ષણો ધરાવતા 10 કેસ સામે આવ્યા છે. જો કે આ બીમારી હજુ વધુ ખતરનાક બની નથી.
“ગુલિયન બેરે સિન્ડ્રોમ” એક જૂનો રોગ છે, પરંતુ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં જોવા મળી રહ્યો છે જેના કારણે દર્દીઓના હાથ-પગમાં લકવો મારી જાય છે. ગુલિયન બેરે સિન્ડ્રોમમાં તમને ક્યારેય હાથ-પગમાં કંપારી અનુભવાઈ છે કે પછી તમને એવું લાગ્યુ હોય કે, તમારા પગમાં કીડીઓ ચટકા ભરી રહી છે, જેને ઑટોઈમ્યૂન ડિસઓર્ડર કહેવાય છે, જે શરીરની ઈમ્યૂન સિસ્ટમ જ સ્વસ્થ સેલ્સને નુક્સાન પહોંચાડે છે જેથી શરીરમાં નબળાઈ આવી જાય છે. સમય જતાં તે તમારા સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. શરૂઆતમાં શ્વાસ સબંધી સમસ્યા થાય છે અને અંતમાં આખુ શરીર લકવાગ્રસ્ત થઈ જાય છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP