રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસર પર શાળાના વિદ્યાર્થીઓ સોલાર લેમ્પ સાથે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપશે. નવા ઉર્જા મંત્રાલય અને IIT મુંબઈ 2 ઓક્ટોબર ‘ગ્લોબલ સ્ટુડન્ટ સોલાર એસેમ્બલી’નું આયોજન કરી રહ્યું છે.
જેમાં 60 દેશોના 10 લાખ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભારતમાં આ આયોજન 3500 જેટલા સ્થળો પર થશે.દિલ્હીમાં 10 હજાર થી વધુ ઈન્દીરા ગાંધી સ્ટેડિયમમાં થયેલ આયોજનમાં ભાગ લેશે.

‘ગ્લોબલ સ્ટુડન્ટ સોલાર એસેમ્બલી’ દરમિયાન બાળકોને સોલાર લેમ્બ બનાવતા શીખવવામાં આવશે. ત્યાર પછી બાળકો જાતે પોતાના સોલાર લેમ્પ બનાવશે. આ કાર્યક્રમને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સામેલ કરાવવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ ત્યાં હાજર રહેશે. છઠ્ઠી અને એના ઉપરના ધોરણમાં ભણતા વિધ્યાર્થી પહેલા ટ્રેનરની નિગરાણીમાં સોલાર લેમ્પ બનાવશે. સાંજે બધા બાળકો એક સાથે પોતાના બનાવેલા સિલાર લેમ્પ સળગાવી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરશે.
આ અવસર પર કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંહ સાથે કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. મંત્રાલયનું માનવું છે કે આ કાર્યક્રમથી બાળકોમાં પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ બનાવી ચાલવાનું હુનર પેદા થશે. જળવાયું પરિવર્તન તરફ ભારતે ઘણી સંવેદનશીલતા દાખવી હતી અને 2022 સુધીમાં 175 ગિગાવોલ્ટની નવીનીકરણ ઉર્જા પેદા કરવાનું લક્ષ્ય છે. સરકાર આ લક્ષ્યને પામવા ગંભીર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે 2030 સુધીમાં આ લક્ષ્યને 450 ગિગાવોલ્ટ સુધી વધારશે.