રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1009 નવા કેસ નોંધાયા છે. જેની સાથે એક્ટિવ કેસની સંખ્યા 14,614 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 974 દર્દીઓ સાજા પણ થયા છે. જેની સાથે કુલ 47,561 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 દર્દીનાં દુખદ નિધન થયું છે. જેના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીનાં મોતની સંખ્યા 2509 પર પહોંચી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર આંકડાઓ અનુસાર, સુરતમાં 260, અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, જામનગરમાં 34, ભાવનગરમાં 47, દાહોદમાં 27, મહેસાણામાં 26, પંચમહાલમાં 22, ખેડામાં 20, અમરેલીમાં 19, ભરૂચમાં 18, ગાંધીનગરમાં 25, કચ્છમાં 17, બોટાદમાં 16, સાબરકાંઠામાં 15, મોરબીમાં 14, સુરેન્દ્રનગરમાં 13, જૂનાગઢમાં 21, નવસારીમાં 12, આણંદમાં 11, બનાસકાંઠામાં 10, નર્મદામાં 8, મહીસાગરમાં 7, ગીરસોમનાથમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, પાટણમાં 4, પોરબંદરમાં 4, ડાંગમાં 4, વલસાડમાં 3, તાપીમાં 2 અને અન્ય 6નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : દેશ માટે ગૌરવની વાત, મહાત્મા ગાંધી થોડાક સમયમાં આ દેશની કરન્સીમાં મેળવશે સ્થાન
રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,531 પર પહોંચી છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટીલેટર અને 14,531 દર્દીઓની હાલત સ્થિર છે.
