ભારતમાં કોરોનાના કેસ આજે 19 લાખને પાર પહોંચી ગયા છે. જયારે, ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 67 હજારને પાર પહોંચ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,034 કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો આંકડો 50 હજારને પાર પહોંચી ચૂક્યો છે.
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓનો આંકડો 67,811 પર પહોંચ્યો છે. રાજ્યમાં, આજે 917 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે કુલ 50,322 દર્દીઓ કોરોનાથી સારા થયા છે. રાજ્યમાં હાલ રિકવર રેટ 73 % છે. હાલ, રાજ્યમાં એકટીવ કેસ 14,905 છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના ભોગ લીધો છે. તેની સાથે કુલ 2,584 દર્દીઓના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,823 દર્દીઓ સ્ટેબલ છે.
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 238, અમદાવાદમાં 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, ભાવનગરમાં 44, જૂનાગઢમાં 44, મહેસાણામાં 34, ગાંધીનગરમાં 32, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલીમાં 20, પંચમહાલમાં 20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબીમાં 14, સાબરકાંઠામાં 14, બોટાદમાં 12, દાહોદમાં 11, મહીસાગરમાં 11, નવસારી 9, પાટણ 7, આણંદમાં 6, નર્મદામાં 6, બનાસકાંઠામાં 2, તાપીમાં 2, અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નવા નોંધાયા છે.
આ પણ વાંચો : કોરોના મહામારી ટળવાનું નામ નથી લઇ રહી, ત્યાં ચીનમાં ફેલાયો કોઈ નવો વાયરસ
