ભારતમાં કોરોનાના કેસ આંકડો 23 લાખને પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ નોંધાયા છે. ત્યારે, અત્યાર સુધીના કુલ કેસનો આંકડો 75,482 પર પહોંચ્યો છે. જેમાંથી એક્ટિવ કેસ 14,310 છે.
રાજ્યમાં આજે 1046 દર્દીઓએ કોરોના આપી છે. તેની સાથે અત્યાર સુધી 58,439 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સામે સારા થવાનો રિકવરી રેટ 77.42 ટકા થયો છે. આજે સૌથી વધુ દર્દી સુરત, અમદાવાદ, દાહોદ, અને વડોદરામાથી સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓનું કોરોનાના કારણે દુઃખદ મૃત્યુ થયું છે. તેની સાથે અત્યાર સુધીમાં કુલ 2,733 દર્દીઓના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત 50 હજારથી વધુ 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : PM મોદીએ જાહેર કરેલી ટેક્સપેયર માટેની ‘ફેસલેસ ટેક્સ એસેસમેન્ટ’ સ્કીમ એટલે શું ?
હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,231 દર્દીઓ સ્ટેબલ છે.
