આજે 11 મે જેને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજનો દિવસ ભારતના ટેક્નીકલ ક્રાંતિ અને દેશને શક્તિશાળી બનાવવામાં વિશેષ મહત્વ રાખે છે.જ્યાંથી દેશને નવી દિશાઓનું નિર્માણ થયું હતું. આજના દિવસની ઉજવણીની શરૂઆત 1998 થી થઇ હતી.
શા માટે આજનો દિવસ નેશનલ ટેક્નોલોજી દિવસ ?
તમને યાદ હશે 1998માં ભારતે 11મે ના દિવસે રાજસ્થાનના પોખરણમાં બીજી વખત પરમાણુ પરિક્ષણ સફળતા પૂર્વક પૂરું પાડ્યું હતું. જે સમયે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા. જે સાથે જ ભારત દુનિયાનું છઠ્ઠું પરમાણુ શક્તિ ધરાવતું રાષ્ટ્ર બન્યું હતું. તેની યાદમાં જ 11 મેના નેશનલ ટેક્નોલોજી દિવસ ઉજવવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં 1998માં આજના જ દિવસે દેશના સૌ પ્રથમ નિર્માણ થયેલા હંસ-3 વિમાને પણ ઉડાન ભરી હતી. જે સંપૂર્ણ રીતે ભારતમાં તૈયાર કરવામાં આવ્યું હતું. હાલમાં તેનો ઉપયોગ ભારતીય વાયુસેનામાં પ્રશિક્ષિણ માટે કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આજના દિવસે જ ભારતની શક્તિશાળી મિસાઇલ ત્રિશુલનું પણ પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય વાયુસેના અને થલસેનાને સોંપવામાં આવ્યું હતું. જે નાના અંતર પર વાર કરવા માટે સૌથી સક્ષમ મિસાઇલ હતું.
આજના દિવસને ભારતીય વૈજ્ઞાનિકોની અનોખી સિધ્ધિ અને ભારતની તાકત માટે યાદ કરવામાં આવે છે. જેના માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જય જવાન, જય કિસાન જય વિજ્ઞાન નું સૂત્ર પણ આપ્યું હતું.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.