ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ, તેની સામે રાહતની વાત એ છે કે, મૃત્યુદર ભારતમાં 2 % થી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1212 કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત થનાર દર્દીઓનો આંકડો 85,678 પર પહોંચ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આજે 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી કુલ 68,257 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80 % થયો છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયું છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2883 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં એકટીવ કેસ 14,538 છે જેમાંથી 85 દર્દીઓ વેન્ટિલેટર પર અને 14,453 દર્દીઓ સ્ટેબલ છે.
કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા માટે ગુજરાતમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેની સાથે ટેસ્ટિંગનો કુલ આંકડો 16,95,325 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : ખેડૂતોના સરકાર પર આક્ષેપો, બિલ્ડરો અને ભુમાફિયાઓને ફાયદો કરવા ગણોતધારામાં કરાયો છે સુધારો
રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના મળીને કુલ 4,69,817 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે જેમાંથી 4,69,177 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન અને 653ને ફેસિલિટી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
