રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1,243 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,518 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,550 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,49,194 નોંધાયા છે.
- રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 16,203
- આજે 51,662 ટેસ્ટ કરવામાં આવ્યા
- રાજ્યમાં સાજા થવાનો દર 86.76 %
- રાજ્યમાં એકટીવ કેસ 16,203
- 83 દર્દીઓ વેન્ટીલેટર પર
- 16,120 દર્દીઓ સ્ટેબલ
- રાજ્યમાંથી 1,29,411 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 180, સુરતમાં 264, વડોદરામાં 122, ગાંધીનગરમાં 34, ભાવનગરમાં 18, બનાસકાંઠામાં 39, આણંદમાં 12, રાજકોટમાં 132, અરવલ્લીમાં 1, મહેસાણામાં 38, પંચમહાલમાં 23, બોટાદમાં 1, મહીસાગરમાં 9, ખેડામાં 11, પાટણમાં 20, જામનગરમાં 95, ભરૂચમાં 23, સાબરકાંઠામાં 25, ગીર સોમનાથમાં 19, દાહોદમાં 5, છોટા ઉદેપુરમાં 4, કચ્છમાં 29, નર્મદામાં 13, દેવભૂમિ દ્વારકામાં 9, વલસાડમાં 3, નવસારીમાં 6, જૂનાગઢમાં 37, પોરબંદરમાં 1, સુરેન્દ્રનગરમાં 23, મોરબીમાં 13, તાપીમાં 8, ડાંગમાં 1, અમરેલીમાં 25 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ટોસિલિઝુબેમ વિશેના મતમતાંતર અંગે શું કહે છે નિષ્ણાત ?
રાજ્યમાં કોરોનાના કારણે સુરતમાં 3, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 1, સુરેન્દ્રનગરમાં 1 દર્દીઓના મોત થયા છે. જયારે, સુરતમાં 311, અમદાવાદમાં 216, કચ્છમાં 165, રાજકોટમાં 112, જામનગરમાં 104 અને વડોદરામાં 114 સહિત કુલ 1518 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.
