રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1,278 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 1,27,923 પર પહોંચી ગયો છે. જેમાં, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. આજે રાજ્યમાં 1,278 સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં 1,27,923 લોકોએ કોરોનાને મહાત આપી છે.

- રાજ્યમાં 16,487 એક્ટિવ કેસ છે
- છેલ્લા 24 કલાકમાં 52,465 ટેસ્ટ કરાયા
- રાજ્યમાં રિકવરી રેટ 86.46 %
- આજે 10 દર્દીઓના મોત થયા
- કુલ મૃત્યુઆંક 3,541 પર પહોંચ્યો
- રાજ્યમાં 16,485 એક્ટિવ કેસ
- રાજ્યમાં કુલ 48,58,505 ટેસ્ટ થયા
- 81 દર્દીઓ વેન્ટીલેટર પર
- 16,406 દર્દીઓ સ્ટેબલ
આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં અમદાવાદમાં 195, સુરતમાં 270, વડોદરામાં 124, ગાંધીનગરમાં 45, ભાવનગરમાં 20, બનાસકાંઠામાં 31, આણંદમાં 11, રાજકોટમાં 105, અરવલ્લીમાં 4, મહેસાણામાં 39, પંચમહાલમાં 24, બોટાદમાં 5, મહીસાગરમાં 12, ખેડામાં 12, પાટણમાં 23, જામનગરમાં 89, ભરૂચમાં 26, સાબરકાંઠામાં 29, ગીર સોમનાથમાં 14, દાહોદમાં 15, છોટા ઉદેપુરમાં 4, કચ્છમાં 20, નર્મદામાં 12, દેવભૂમિ દ્વારકામાં 6, વલસાડમાં 8, નવસારીમાં 7, જૂનાગઢમાં 41, પોરબંદરમાં 5, સુરેન્દ્રનગરમાં 24, મોરબીમાં 18, તાપીમાં 6, અમરેલીમાં 34 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : શું છે આ વાયરલ વીડિયોમાં ?, જેને સેલિબ્રિટીથી લઇ IPLની ટીમે પણ કર્યો શેર
સૌથી વધુ એકટીવ કેસ અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં છે. આજે રાજ્યમાંથી અમદાવાદમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, પાટણમાં 1 અને તાપીમાં 1 દર્દીના મોત થયા છે.
