ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જ જાય છે. કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવા કોરોના વોરિયર્સ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સરકાર સંક્રમણ ફેલાવવા માટે ઘણા કાર્ય કરી રહી છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,335 નવા કેસ નોંધાય છે. જ્યારે 1,473 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલકોરોના સંક્રમિત દર્દીઓનો 1,45,362એ પહોંચી ગયો છે.

- રાજ્યમાં એકટીવ કેસ 16,597
- 91 દર્દીઓ વેન્ટિલેટર પર
- 16,506 દર્દીની હાલત સ્થિર
- આજે 51, 779 ટેસ્ટ કરાયા
- રાજ્યનો રિકવરી રેટ 86.16 %
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 281, અમદાવાદમાં 187, રાજકોટમાં 147, વડોદરામાં 126, જામનગરમાં 94, પાટણમાં 37, મહેસાણામાં 49, બનાસકાંઠામાં 31, અમરેલીમાં 33, ભાવનગરમાં 34, કચ્છ 18, ગાંધીનગર 48, મોરબીમાં 19, પંચમહાલ 24, સુરેન્દ્રનગરમાં 18, ભરૂચ 32 કેસ, જૂનાગઢમાં 35, મહીસાગરમાં 12, ગીરસોમનાથમાં 13, આણંદમાં 13, દાહોદમાં 6 નર્મદામાં 13, પોરબદંરમાં 14, સાબરકાંઠામાં 14. ખેડામાં 7, બોટામાં 4, દેવભૂમિ દ્વારકામાં 5, નવસારીમાં 8, છોટાઉદેપુરમાં 5,અરવલ્લીમાં 6, તાપીમાં 11, વલસાડમાં 2 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : તહેવારોની ઉજવણીમાં આ નિયમોનું કરવું પડશે કડક પાલન
રાજ્યમાં આજે અમદાવાદમાં 3, સુરતમાં 4, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 1, વડોદરામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 3,522 પર પહોંચી ગઈ છે.
