રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1349 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1,444 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 96,709 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક17 દર્દીનાં મોતની સાથે કુલ મૃત્યુઆંક 3247 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 1,16,345 એ પહોંચી ગયો છે
- રાજ્યમાં આજે 78,128 ટેસ્ટ કરવામાં આવ્યા છે
- રાજ્યમાં અત્યાર સુધીમાં 34,38,500 ટેસ્ટ થયા
- રાજ્યમાં અત્યારે એક્ટિવ કેસ 16,389
- 96 દર્દી વેન્ટીલેટર પર
- 16,293 દર્દી સ્ટેબલ
- રાજ્યનો રિકવરી રેટ 83.12%
- આજે અમદાવાદમાં 215, સુરતમાં 266 જામનગરમાં 125, વડોદરામાં 102 અને રાજકોટમાં 249 દર્દીઓ સ્વસ્થ થયા
આતયોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 277, અદાવાદમાં 172, જામનગરમાં 123, રાજકોટમાં 141, વડોદરામાં 129, અમરેલીમાં 30, પંચમહાલમાં 29, મોરબીમાં 28, ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 43, બનાસકાંઠામાં 24, કચ્છમાં 19, મહીસાગરમાં 19, જૂનાગઢમાં 35, સુરેન્દ્રનગહરમાં 18, દાહોદમાં 17, ભરૂચમાં 16, ગીરસોમનાથમાં 14, બોટાદમાં 12, ખેડામાં 10, સાબરકાંઠામાં 10, નર્મદામાં 9, નવસારીમાં 9, વલસાડમાં 7, આણંદમાં 6, પોરબંદરમાં 5, છો.ઉદેપુરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, તાપીમાં 4, ડાંગમાં 2 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયા છે.
