રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,351 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,334 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,463 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,38,745 છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 16,717 છે.
- રાજ્યમાં કુલ 16,717 દર્દીઓ એક્ટિવ પેશન્ટ
- 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે
- 16,628 દર્દીઓ સ્ટેબલ
- કુલ 1,18,565 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
- રાજ્યમાં આજે 56,738 ટેસ્ટ કરવામાં આવ્યા
- રાજ્યમાં કુલ 44,74,766 ટેસ્ટ કરવામાં આવ્યા
- રાજ્યમાં સાજો થવાનો દર 85.46 %
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 288, અમદાવાદમાં 193, રાજકોટમાં 155, વડોદરામાં 134, જામનગરમાં 92, મહેસાણામાં 48, બનાસકાંઠામાં 34, જૂનાગઢમાં 36, અમરેલીમાં 31, પાટણમાં 28 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : સુરતમાં કુરિયર અને ફૂડ ડિલિવરી કરતા 6 કર્મચારી કોરોનાગ્રસ્ત
રાજ્યમાં આજે કોરોનાના કારણે 10 દર્દીઓના મોત થયા છે. જેમાંથી સુરતમાં 4, અમદાવાદમાં 3 જ્યારે વડોદરામાં 1, પંચમહાલમાં 1 અને સાબરકાંઠામાં 1 દર્દીઓના મોત થયા છે. જયારે બીજી તરફ સુરતમાં 289, અમદાવાદમાં 256, રાજકોટમાં 188, જામનગરમાં 54, વડોદરામાં 122 અને પાટણમાં 50 સહિત કુલ 1,334 દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે.
