ગાંધીજીની પ્રિય ખાદીનું રાજ્યમાં માત્ર એક જ દિવસમાં રૂ. 2.98 કરોડનું વેચાણ થયું છે. જેમાં સૌથી વધારે 1.50 કરોડની ખાદીનું વેચાણ અમદાવાદમાં થયું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીમાં ખરીદીમાં 40 ટકાનો વધારો થયો છે. ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે લોકો ખાદીની ખરીદી કરે તે માટે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતી પર એક જ દિવસમાં 2.10 કરોડ જેટલું ખાદીનું વેચાણ થયું હતું. રાજ્યમાં બારડોલીમાં 10 લાખ, રોજકોટમાં 12 લાખ, પોરબંદરમાં 12 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું છે.

ખાદીની ખરીદી માટે 1 નવેમ્બર સુધી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને અપાશે. હાથ વણાંટ અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ગાંધી જયંતી પર લોકો ખાદીની ખરીદી કરે તે માટે પ્રેરણા આપવા સુચના અપાઇ હતી. ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોના મતે, ખાદીમાં વેરાયટી વધતા લોકો ખાદીની ખરીદી કરી છે. પહેલા ખાદીમાં વધુ ફેશનમાં કપડાં ન મળતા હતા હવે ખાદીમાં ફેશનેબલ કપડા પણ મળી રહ્યાં છે.