ગુજરાત રાજ્યમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 25 નવેમ્બરથી 16 જેટલા ચેક પોસ્ટ નાબૂદ કરવામા આવશે. તેમજ વાહન ચાલકોને ટેક્સ અને ફી ગુજરાત સરકારની વેબસાઈટ parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. રાજ્ય સરકારને 16 ચેકપોસ્ટ પરથી દરવર્ષે આશરે 90 લાખ વાહન પસાર થાય ત્યારે રૂ. 332 કરોડની આવક રાજ્ય સરકારને થતી હતી. સરકારના આ ચેકપોસ્ટ નાબૂદ કરવા પાછળ અનેક કારણો છે. જે રાજ્ય સરકારને 16 ચેકપોસ્ટના ચાર વર્ષના અભ્યાસ કર્યા બાદ ચોંકાવનારી બાબતો સામે આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાહનો ઓવરલોડ કરતા ઓવર ડાયમેંશનમાં વધુ ભ્રષ્ટાચાર થતો હતો અને કાયદેસર દંડ વસૂલવા કરતા વાહન ચાલાક તરફથી અડધી રકમ લઈને વાહનને જવા દેવામાં આવતું હતું. સૂત્રોના કહેવા મુજબ દર વર્ષે આશરે 90 લાખ માંથી 11 લાખ વાહન દંડ ભરતા હતા અને બાકીના 79 લાખ વાહન પર ભ્રષ્ટાચાર કરવામાં આવતો. જેમાં આશરે ઓછામાં ઓછો રૂ.400 કરોડનો ભ્રષ્ટાચાર થતો હતો.
સૌથી વધુ ઓવર ડાયમેન્શનમાં ઘરવખરી કે ખેતપેદાશ લઇ જનાર વ્યક્તિ
આ 16 ચેકપોસ્ટનો ભ્રષ્ટાચારી કેવી રીતે થતો હતો. એની મળેલી માહિતી પ્રમાણે જ્યારે વાહન ચેકપોસ્ટ પર એન્ટ્રી લે. ત્યારે જ ફરજીયાત રીતે પહેલા વાહનચાલકને રૂ.50 તો આપવાના જ હોય. ત્યાર બાદ દરેક વધારાના એક ટનના આશરે રૂ. 5 હજાર અને એક ટનથી જો વધુ વજન હોય તો ટનદીઠ રૂ. 1 હજારનો દંડ વસૂલવામાં આવતો હતો.
તેમજ ઓવર ડાયમેન્શનામા સિંગલ ચેસીસ હોય અને ખેતપેદાશ, ઘરવખરી અને સળિયા જેવો સમાન હોય તો દંડ એ અલગ અલગ વસૂલવામાં આવતો હતો. જેમાં દંડની રકમ રૂ.1 હજાર થી લઈને 10 હજાર સુધીનો હતી. ત્યારે ઓછામાં ઓછા વાહનચાલકને ચેકપોસ્ટ પર રૂ.500 તો આપવા જ પડે. આ જ કારણે સરકારને 90 લાખ વાહનો પૈકી 11 લાખ વાહનો નો જ દંડ મળતો હતો.
