માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર(Twitter) પર થોડા સમય પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોઈ બિડેન(Joe Biden) અને એલન મસ્ક(Elon Musk) જેવા 130 મોટા સેલિબ્રિટીઓના એકાઉન્ટ હેક થઇ ગયા હતા. હૈ-પ્રોફાઈલ હેક મામલે ફ્લોરિડાના એક ટીનેજરને અરેસ્ટ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એકાઉન્ટ હેક કરવા પાછળ તે જ માસ્ટર માઈન્ડ હતો. આ એકાઉન્ટ્સને હેક કરી એના પર બીટકોઈન મોકલવા જેવા ટ્વીટ કરવામાં આવ્યા હતા.
ટીનેજર વિરુદ્ધ નોંધાયો ફ્રોડનો કેસ

અધિકારીઓએ જણાવ્યું કે 17 વર્ષનો ગ્રાહમ ઇવન ક્લાર્ક આ પુરી હેકિંગ થી જોડાયેલો છે. અને એનો માસ્ટર માઇન્સ હેકર છે. ફેડરલ અથોરીટીઝ ટ્વીટર હેકના પહેલાથી જ ક્લાર્કને ટ્રેક કરી રહી હતી. ટીનેજર પર ફ્રોડનો કેસ દાખલ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સાથે બ્રિટનનો 19 વર્ષનો યુવાન મેસન શેફર્ડ, 22 વર્ષીય નિમા ફાઝલીની ધરપકડ થઈ હતી. ગ્રેહામ ક્લાર્ક પર અલગ અલગ 30 ગુના દાખલ કરાયા છે. આ ત્રણેય આરોપીઓ ઉપર આરોપ છે કે તેમણે હેકિંગ કરીને યુઝર્સના ડેટા ચોરીને તેને ડાર્ક વેબમાં વેંચવા પણ મૂક્યા હતા.
5.2 કરોડની કિંમતના બિટકોઈન

ગ્રેહામ ક્લાર્ક આ હેકિંગનો માસ્ટર માઈન્ડ હતો. મેસન અને ફાઝલીએ તેની મદદ કરી હતી. માત્ર 17 વર્ષની ઉંમરના ક્લાર્કે પોતાના શાતિર દિમાગથી હેકિંગના ઘણા કેસોને અંજામ આપ્યો. લીગલ ડોક્યુમેન્ટ્સની માનીએ તો એપ્રિલમાં એક સિક્રેટ સર્વિસએ એની પાસે હાજર 7,00,000 ડોલર(લગભગ 5.2 કરોડ રૂપિયા)થી વધુ વેલ્યુના બિટકોઇન સીઝ કરવામાં આવ્યા છે. ટ્વીટર હેકિંગ 15 જુલાઈએ શરુ થઇ અને એનો ઉદ્દેશ અજીબ અને અનોખા યુઝરનેમ દ્વારા ચોરી કરી વેચવાનો હતો. ત્યાર પછી હેકર ક્રીપ્ટોકરણસીની માંગ કરવા લાગ્યો હતો. ટ્વીટરના કહેવા પ્રમાણે 130 એકાઉન્ટમાંથી 45માંથી ટ્વીટ કરાઈ હતી. 36 એકાઉન્ટ્સના મેસેજનો એક્સેસ મેળવ્યો હતો. સાત એકાઉન્ટનો તમામ ડેટા ડાઉનલોડ કર્યો હતો.
આ પણ વાંચો : શું સુરત તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાથી થતા મોતના આંકડા ? જોવા મળી રહ્યો સરકારી ચોપડે ફરક
