સુરત કોરોના વાયરસ(surat corona virus)નું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી 200 થી 300ની વચ્ચે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ(New civil Hospital)માં દર્દીઓ માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી ઓકિસજન મળી રહે તે માટે નવી સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે બીજી 17000 લિટર લિકિવડ ઓકિસજન ટેન્ક(Oxygen tank)ની ક્ષમતા ધરાવતી આધુનિક ઓકિસજન ટેંક ઉભી કરવામાં આવી છે. અગાઉ પર 13,000 લિટર લિકિવડ ઓકિસજન ટેન્કની સુવિધા કરવામાં આવી હતી.
દર્દીઓની ઓક્સિજન સુવિધામાં વધારો થશે

કોરોના સંક્રમિત દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. જેને લઇ ઓક્સિજનની વધુ પ્રમાણમાં જરૂર પડે છે 17000 લીટરની ક્ષમતા ધરાવતી આ ઓકિસજન ટેન્ક થકી દર્દીઓને ઓકિસજનની સુવિધામાં વધારો થશે. આ ટેન્ક આગામી બે-ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે. ખાસ ફરજ પરના અધિકારીઓ મિલિંદ તોરવણે, મહેન્દ્ર પટેલના નિરીક્ષણ હેઠળ કોરોના દર્દીઓને મુશ્કેલીઓ ના પડે તે માટે આરોગ્ય વિભાગ નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સાથે સતત સંકલનમાં રહી માર્ગદર્શન આપી રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં સામે આવ્યું કોરોનાનું સૌથી ઘાતક સ્વરૂપ, જેના કારણે થઇ રહ્યા છે વધુ મોત
