દેશમાં કોરોનાનો આંકડો 11 લાખ પાર પહોંચી ગયો છે. ત્યારે કોરોના(Corona)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે તેને કાબુમાં લેવા માટે સૌથી મહત્વનું છે ટેસ્ટિંગ(testing). ભારતમાં RT-PCR test અને antibody ટેસ્ટ આમ બે રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે થાયરોકેટ(Thyrocare) નામની એક સંસ્થાએ દાવો કર્યો છે કે દેશમાં 15% લોકોમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી(Anti body) વિકસિત થઇ છે.
દેશમાં 18 કરોડ લોકો કોરોનાનો સામનો કરી ચુક્યા
પ્રાઈવેટ ટેસ્ટિંગ લેબ Thyrocare દ્વારા ટેસ્ટના ડેટા આપવામાં આવ્યા છે. જેમાં તેઓએ દાવો કર્યો છે કે દેશના 18 કરોડ નાગરિકોમાં કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક ક્ષમતાનો વિકાસ થઇ ગયો છે. ખાનગી લેબોરેટરીએ દેશમાં 60 હજાર એન્ટીબોડી ટેસ્ટ કર્યા છે. દેશના 15 ટકા લોકોના શરીરમાં કોરોના સામે લડતી એન્ટીબોડી છે.
આ વિસ્તારોમાં એન્ટીબોડી ધરાવતા લોકોની સંખ્યા વધારે
લેબ દ્વારા આપવામાં આવેલ ડેટામાં અનુસાર, જ્યાં વાયરસનું સંક્રમણ વધારે થયું ત્યાં જ સૌથી વધારે લોકોમાં એન્ટીબોડી જોવા મળી છે. જે લોકોમાં પહેલેથી જ એન્ટીબોડી જોવા મળી રહી છે તે લોકો એકવાર વાયરસના સંપર્કમાં આવી ચુક્યા જ હોય. અને જો આમ થયું હોય તો કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત કહી શકાય. . થાણે, બેંગ્લોર, હૈદરાબાદ જેવા શહેરોમાં સૌથી વધારે લોકોમાં એન્ટીબોડી જોવા મળી રહી છે. જ્યાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હતું
અમદાવાદ અને સુરતમાં પણ કરાયા ટેસ્ટ
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા। સુરતના કોસમાડામાં સૌથી વધુ એન્ટીબોડી જોવા મળ્યા છે. કોસમાડામાં 26 ટકા લોકોમાં એન્ટીબોડીની હાજરી જોવા મળી છે. આભવામાં આની સંખ્યા વધારે છે. બોમ્બે માર્કેટમાં કરેલા ટેસ્ટમાં 15 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી છે.
અમદાવાદના આંબાવાડી, ઈસનપુર અને ભાડજના લોકોમાં સૌથી વધારે એન્ટીબોડીની હાજરી જોવા મળી છે. શરીરમાં જ્યારે કોઈપણ વાયરસ પ્રવેશે છે. તે સમયે શરીરમાં એન્ટીબોડીની હાજરી જોવા મળે છે.
આ પણ વાંચો : શ્રાવણ માસમાં વરસાદની મહેર, આગામી 6 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
