2.91 ભારતીય લોકોની પર્સનલ જાણકારી લીક થઇ છે. ઓનલાઇન ઇન્ટેલીજેંસ કંપની સાઇબરેના જણાવ્યા મુજબ। હેકર્સે 2.9 કરોડ ભારતીયના પર્સનલ ડેટા ડાર્ક વેબ નાખ્યા છે અહીં આ જાણકારી ફ્રી માં મળી રહી છે. કંપનીએ શુક્રવારે પોસ્ટ કરેલ એક બ્લોગમાં લખ્યું હતું કે, નોકરી શોધી રહેલા લોકોના પર્સનલ ડેટા લીક થયા છે. આ ડિટેલમાં તમારી શિક્ષા, ઇમેલ, ફોન, યોગ્યતા, કાર્ય અનુભવ, સરનામું બધુ જ સામેલ છે.

સાઇબલે ફેસબુક અને એનએકેડમીની હેકિંગની પણ જાણકારી આપી હતી. તેઓ કહ્યું હતું, સાઇબર અપરાધી પર્સનલ જાણકારીની તાકમાં રહે છે. અને તેનો ઉપયોગ કૌભાંડ કે જાસૂસી કરવા જેવા કામ માટે કરે છે.

આ મહિનાની શરૂઆતમાં ભારતના સૌથી મોટા ઇ લર્નિંગ પ્લેટફોર્મ એનએકેડમીને હેક કરવાની ખબર મળતા યુએસ બેસ્ડ સિક્યોરિટી ફર્મ સાઇબલ હેકર્સે સર્વર હેક કરીને 22 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની જાણકારી ચોરાવી હતી જેની માહિતી આપી હતી. જાણવામાં આવે છે કે આ ડિટેલને ડાર્ક વેબ પર ઓનલાઇન સેલ કરવામાં આવી હતી. તેમાં વિપ્રો, ઇન્ફોસિસ, કોગ્નિજેન્ટ, ગૂગલ, ફેસબુકના કર્મચારીઓની ડિટેલ પણ હતી. સિક્યોરિટી ફર્મ Cyble ની રિપોર્ટની જાણકારી મુજબ Unacademy ના 21,909,707 ડેટા લીક થયા છે. જેની કિંમત 2,000 અમેરિકી ડોલર છે.
આ પણ વાંચો : લોકડાઉનના કારણે કેરીના વેપારીઓ લાચાર, 15 કરોડોના નુક્શાનની સંભાવના
