હાલમાં એપ્રિલ મહિનામાં જ રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ખાસ વાત એ છેકે 1901 બાદ 2019નું વર્ષ સૌથી ગરમ વર્ષ સાબિત થયું છે
રાજ્યના કેટલાંક શહેરોમાં ઓરેન્જ, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ જાહેર જનતાને કામ વગર બપોરે 1થી 4 ઘરની બહાર ના નીકળવાની સલાહ આપી છે
બીજી તરફ હાલમાં ગુજરાતમાં આ વખતે ગરમીએ 17 વર્ષનો રેકોર્ડને પાર કરી લીધો છે. જેને જોતાં ગરમીમાં વધુમાં વધુ પારો ઉપર જઇ રહ્યો છે અને તે જોતાં ગરમી આગામી સમયમાં હીટવેવ વધી શકે છે.