અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટવના કુલ 21128 કેસોમાંથી 23 લોકો એવા છે, જેમનો પહેલા કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી પરંતુ થોડાક દિવસમાં ફરીથી કોરોનાના લક્ષણ જોવા મળતા તેમનો ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટીવ આવ્યા હતા.

જીવરાજ પાર્કમાં રહેતી 32 વર્ષની મહિલાનો પહેલી વખતનો રિપોર્ટ જૂનની શરૂઆતમાં પોઝિટીવ આવ્યો હતો અને તેને તત્કાલ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સારી થઈ જતા તેને રજા આપી ઘરમાં 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરવામાં આવી હતી.
14 દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા પછી ફરીથી થોડા દિવસો બાદ મહિલાને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ફરીથી તેનો રિપોર્ટ કઢાવવામાં આવતા તે પોઝિટીવ આવ્યો હતો. હાલમાં તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ મહિલા જેવા બીજા ઘણા લોકો છે જેઓ એક વખતા સારા થઈને ઘરે ગયા હોય અને પછી ફરીથી કોરોના પોઝિટીવ જોવા મળ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોના કેસ વધતાં રત્નકલાકારો ફરી પોતાના વતન તરફ ફર્યા… હવે શું ?
