રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના સામેની આ લડતમાં કોરોના વોરિયર્સ પોતાના પરિવારથી દૂર રહીને 24 કલાક ફરેજ બજાવી રહ્યા છે. જેમાં, સતત 6 મહિનાથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ મનોજભાઈ નિકુમ ફરજ બજાવી રહ્યા છે. તેમના પરિવારમાં કુલ ત્રણ સભ્યો કોરોના દર્દીઓની સેવા માટે સતત કામ કરી રહ્યા છે.

કોરોના દર્દીઓની સારવાર દરમિયાન હું અને મારી બહેન ફરજ દરમિયાન સંક્રમિત થયા હતા. પરંતુ સારવાર બાદ ફરી ફરજે પરત ફર્યા છીએ . મનોજભાઈએ જણાવ્યું કે, ઘરમાં વૃદ્ધ માતા-પિતા અને એક 5 અને 5 વર્ષના બે નાના બાળકો ઘરે હોવા છતાં અમે પરિવારના 3 સભ્યો સતત ફરજ નિભાવી રહ્યા છીએ. મને તા.2 સપ્ટેમ્બરના રોજ કોરોનાના લક્ષણો જણાતાં કરાવેલો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ 14 દિવસ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ ફરી ફરજમાં જોડાયો હતો.
આ પણ વાંચો : આ કચેરીઓએ સરકારના નિયમોનું કરવું પડશે ફરજીયાત પાલન
કોરોના મહામારીની શરુઆથી જ કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ અને ત્યારબાદ સ્મીમેરના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી છે. કોરોના દર્દીની સારવાર માટે પ્લાઝમાનું પણ દાન કરીશ.
