દેશમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધુ છે. અનેક લોકો માર્ગ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે. ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડાઓ ચોંકાવનારા છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ હેલ્મેટ નહીં પહેરવાના કારણે થાય છે. વર્ષ 2019 માં કુલ 1.51 લાખ માર્ગ અકસ્માત થયા હતા. એમાંથી 30% મૃત્યુ હેલ્મેટ નહીં પહેરવાના કારણે અને અન્ય 16% નો સીટબેલ્ટ નહીં પહેરવાના કારણે થઇ હતી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગના કારણે મૃત્યુમાં 2018ની સરખામણીએ ગત વર્ષે 33% નો વધારો થયો હતો.
સૌથી વધુ અકસ્માત ઉત્તરપ્રદેશમાં
માર્ગ અકસ્માત બાબતના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે મૃત્યુ પામેલા 56,136 ટુ-વ્હીલર સવારોમાંથી 44,666 હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હોવાનું જણાવાયું હતું. 7,069 મૃત્યુ સાથે ઉતરપ્રદેશ આ શ્રેણીમાં પ્રથમ છે. એ પછી મહારાષ્ટ્ર (5328) અને મધ્યપ્રદેશ (3817) નો ક્રમ આવે છે. દિલ્હીમાં પણ આવા 178 મૃત્યુ નોંધાયા હતા. તેમજ પોલીસ રિપોર્ટસના આધારે વિશ્લેષણમાં જણાવાયુ હતું કે 40,000 જેટલાં ટુ-વ્હીલર સવારોને ગંભીર ઈજા થઈ હતી.

વર્ષ 2019 માં સીટબેલ્ટ નિયમના ઉલ્લંઘન બાબતમાં 20,895 ચાલકો અને મુસાફરો એ જીવ ગુમાવ્યા હતા.જે વર્ષ 2018 કરતા આ સંખ્યા 14.5% ઓછી છે. તેમજ સીટબેલ્ટ ન પહેરવાના કારણે મૃત્યુ પામેલા ડ્રાઈવરોની સંખ્યા 2.3% વધી છે.પણ મુસાફરોની બાબતમાં ખઉવારી 25% જેટલી ઘટી છે.
આ રિપોર્ટના વિશ્લેષણમાં જણાવ્યું છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગથી મૃત્યુમાં મહત્તમ ટકાવારીમાં વધારો થયો હતો.. આવા અકસ્માતોમાં ઉત્તરપ્રદેશ 2,350 મોખરે છે. પંજાબ 881 અને હરિયાણામાં 246 મૃત્યુ થયા હતા.