કોરોના વાયરસનો કહેર થંભવાનો નામ જ નથી લેતો. ચીનથી શરુ થયેલો આ વાયરસનો સંક્રમણ દુનિયાના કેટલાક દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 361 લોકોની મોત થઇ ચુકી છે. આ સંખ્યા 2003-2004 બીજિંગમાં સાર્સ (SARS) વાયરસથી થયેલ મોતોની સંખ્યાથી વધુ થઇ ગઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ 57 વધુ લોકોની મોત થયા હવાની પુષ્ટિ કરી છે. સાથે જ ચીનમાં કોરોનાના કન્ફર્મ કેસની સંખ્યા 17,205 સુધી પહોંચી ગઈ છે. એમાંથી 2,103 નવા કેસ સામે છે.
રવિવારે હુબેઈમા 56 લોકોના મોત થઇ ચુક્યા છે. રવિવારે માત્ર 5,173 નવા સંકાસ્પદ કેસ માલુમ પડ્યા છે. 186 દર્દીઓની હાલત ચિંતાજનક છે. જયારે 187 લોકોને હોસ્પિટલ માંથી છુટ્ટી આપી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય સંગઠન મુજબ દુનિયાના 18થી વધુ દેશોમાં કોરોના પ્રસરી ગયું છે. આ દેશોમાં કુલ 82 થી વધુ કેસોની પુષ્ટિ થઇ ગઈ છે. જેમાં અમેરિકા, જાપાન અને વિયતનામ પણ સામેલ છે. હોંગકોંગમાં કોરોના વાયરસના 17 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. જયારે થાઈલેન્ડમાં 7 શંકાસ્પદ મળ્યા છે.
ભારતના બંગાળમાં 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ
બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો 23 જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઈટમાં આવ્યા હતા, જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં 30 જાન્યુઆરીએ પહલો અને 2 જાન્યુઆરીએ બીજો કેસ નોંધવામાં આવ્યો છે.
ચીનથી 647 ભારતીય સુરક્ષિત કાઢવામાં આવ્યા
ચીનમાં ફસાયેલા નાગરિકોને ભારત સરકાર પાછા લાવી રહી છે. શનિવારે એયર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ ચીનથી 324 ભારતીયને લઇ દિલ્હી પહોંચી હતી. રવિવારે સવારે એયર ઇન્ડિયાનું વધુ એક વિમાન ભારતીયને લઇ દિલ્હી પહોંચી. ચીનના વુહાન શહેરથી આવનારા એયર ઇન્ડિયાના આ વિમાનથી 323 ભારતીય સ્વદેશ પહેંચ્યા છે. માટે જ માલદિવનાં 7 નાગરિકોને પણ ભારત લાવવામાં આવ્યા.
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું કે આ વિમાનમાં ભારતના 323 અને માલદીવના 7 નાગરિક સવાર હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર પ્રતિ આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે વુહાનથી આવી રહેલ 7 લોકો પણ નવી દિલ્હી નજર રાખવામાં આવી રહી છે.
1000 બેડ વાળી હોસ્પિટલ થૉડા દિવસમાં તૈયાર

આ વચ્ચે કોરોનાથી લડવા માટે ચીને 10 દિવસની અંદર 1000 બેડ વાળી હોસ્પિટલ બનાવી તૈયાર કરી લીધી છે. જણાવવામાં આવ્યું છે કે આગળ બે દિવસમાં આ હોસ્પિટલમાં ઈલાજ શરૂ થઇ જશે. શિન્હુઆ ન્યુઝ મુજબ આ અસ્થાઈ હોસ્પિટલ માટે ત્યાં ઝડપથી કામ શરૂ થયું હતું. લગભગ 10 દિવસ પહેલા કેડિયન જિલ્લમાં હોસ્પિટલ નિર્માણનું કામ શરુ થયું હતું. એના નિર્માણમાં 200 થી વધુ લોકો કામ પર લાગ્યા હતા. ચીનમાં આ હોસ્પિટલના નિર્માણની સીસીટીવી ફૂટેજ જારી કરી છે. આ હોસ્પિટલનું નિર્માણ ચાર સરકાર દ્વારા સંચાલિત ફર્મોએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઘણા ઓછા સમયમાં કે બનાવી દીધી.
