નરેન્દ્ર મોદી (Narendra Modi) 2014માં દેશના PM બન્યા હતા. તેઓ સત્તામાં આવ્યા બાદ 6 વર્ષોમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. નરેન્દ્ર મોદીના આ નિર્ણયના કારણે ભારત દુનિયાની આગળની હરોળમાં આવી ગયો છે.
આર્ટિકલ 370 રદ કરવો
2014માં પણ જ્યારે મોદી સરકાર બની ત્યારે આર્ટિકલ 370 રદ કરવો તેમની પ્રાથમિક એજન્ડામાં હતું. જયારે, 2019માં જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવામાં આવ્યો. આ એક ઐતિહાસિક નિર્ણય હતો. જેના પછી કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ થઇ ગયો. જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધા.
નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી
બીજા કાર્યકાળમાં મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાને પાસ કરાવ્યો. જેમાં, અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતિઓને ભારતમાં નાગરિકતાનો અધિકાર મળી ગયો. આ દેશોના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઇ જે વર્ષોથી શરણાર્થીનું જીવન જીવવા મજબૂર હતા. તેઓ ભારતમાં નાગરિકતાનો અધિકાર મળી ગયો.
અયોધ્યા વિવાદનો અંત
ભારતમાં લાંબા સમયથી ચાલતા વિવાદનો પણ અંત આવી ગયો. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયે લઈને અયોધ્યામાં રામનુ જન્મ સ્થાન માનવામાં આવી.
ત્રિપલ તલાકનો રદ
નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકની પ્રથામાંથી મુક્તિ અપાવી. સરકારે ત્રિપલ તલાક કાયદાને સંસદમાંથી પાસ એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું.
ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામત
નરેન્દ્ર મોદીએ ગરીબ સવર્ણોને અનામત આપવાનો નિર્ણય લીધો અને સમગ્ર દેશમાં આ નિર્ણય લાગુ કરાયો. જેમાં, લોકસભા અને રાજ્યસભામાંથી ગરીબ સવર્ણોને 10 ટકા અનામતનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો. જેનો લાભ નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એડિમશન માટે મળી રહ્યો છે.
