ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર મહિનાથી સીમા પર તણાવ સતત વધ્યો છે. આ વધતા તણાવ વચ્ચે કોંગ્રેસ વિધાયક નિનોંગ ઇરિંગ (Congress MLA Ninong Erring)એ દાવો કરતા કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશથી ચીની સૈનિકોએ 5 પ્રાદેશિક લોકોનું અપહરણ કર્યું છે. તેમણે ટ્વિટ કરી આ વાતનો ખુલાસો કર્યો છે. પરંતુ, આ વાતની પુષ્ટિ થઇ નથી. ‘તેમણે PMOને ટેગ કરીને આ વિશે જવાબ માંગ્યો છે.
- આ ઘટના વિશે અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ MLA નિનોંગ ઇરિંગે લખ્યું કે, ચીનની આર્મીએ સુબાસિરી જિલ્લાના 5 લોકોનું અપહરણ કર્યું છે
- ટ્વિટ કરીને લખ્યું કે હેરાન કરતી ખબર મળી છે
- કેટલાક મહિના પહેલા પણ આવી ઘટના બની હતી
- ચાઇનીજ કમ્યુનિસ્ટ પાર્ટીને મુહંતોડ જવાબ આપવાની જરૂર
- તેમણે એક સ્થાનિક છાપા અરુણાચલ ટાઇમ્સની ખબર શેર કરી જેમાં, પાંચ લોકોના અપહરણની વાત કહેવામાં આવી છે.
- આ લોકો જંગલમાં શિકાર કરવા ગયા હતા.
- અપહરણ થનારના નામ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટૂ ઇબિયા, તનુ બેકર અને નાર્ગુ ડિરી છે.
એમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા. પરંતુ, તેમના પરિવારજનો દ્વારા પોલીસ કે સેના કોઈ જાણકારી આપી નથી. ગામવાળાના કહેવા પ્રમાણે તેઓ શનિવારે સેનાને જાણકારી આપશે.
આ પણ વાંચો : રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં બસો દોડવાની કરી જાહેરાત, 7 સપ્ટેમ્બરથી થશે શરુ
