લોકસભાની ચૂંટણીમાં હાર પછી પ.બંગાળમાં મમતા સરકારની મુશ્કેલી વધી રહી છે. આજે એક જ દિવસે ટીએમસીના બે ધારાસભ્યો, સીપીએમનો એક ધારાસભ્ય અને 50થી વધુ નગરસેવકો ભાજપમાં જોડાયા છે.
દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં ભાજપે આ ત્રણેય ધારાસભ્યો અને નગરસેવકોને આવકાર્યા છે. ભાજપમાં સામેલ થનારા ટીએમસી ધારાસભ્યોમાં મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય, ટીએમસીના બીજા ધારસભ્ય તુષાર કાંતિ ભટ્ટાચાર્ય, અને સીપીએમના ધારાસભ્ય દેવેન્દ્ર રોયનો પણ સમાવેશ થાય છે.
ભાજપના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને બંગાળ ભાજપના નેતા મુકુલ રોયે તેમનો વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. મુકુલ રોય 2017માં ભાજપમાં સામેલ થયા હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયને ટીએમસીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.