કોરોના વાયરસનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. જેમાં ખાસ કરીને વડીલ અને નાની ઉંમરના બાળકોને કોરોના વધુ અસર કરે છે. સમગ્ર વિશ્વ પર વ્યાપેલી આ મહામારી સામે કોરોના વોરિયર્સ પોતાનું સંપૂર્ણ યોગદાન આપીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. દર્દીને આપવામાં આવતી યોગ્ય અને સારી સારવારના કારણે વડીલોએ પણ કોરોનાને મહાત આપી છે. હાલમાં 50 વર્ષીય શિવનારાયણ ત્રિવેદીએ કોરોનાને મહાત આપી છે.

શિવનારાયણ મૂળ કાનપુરના છે. હાલમાં તેઓ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. તેમણે જણાવ્યું કે, 4 તારીખે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 28 વર્ષથી જલંધરની બિમારીથી પીડિત છે. સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ તરફથી મળેલી યોગ્ય સારવારના કારણે મેં કોરોનાને મહાત આપી છે. 16 દિવસ સારવાર બાદ તા.19 સપ્ટેમ્બરના રોજ સ્વસ્થ થઈને રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોનાથી મૃત્યુ પામેલાં સિવિલના હેડ નર્સના પરિવારને રૂ. 50 લાખની સહાય
સિવિલ હોસ્પિટલ ડો.અજય પરમારે જણાવ્યું કે, અમે તેમને સતત જણાવતા હતા કે, સામાન્ય કોરોના લક્ષણ છે, જલ્દી તમે સ્વસ્થ થઈ જશો. માનસિક અસ્વસ્થ થયેલા શિવનારાયણની તબિયતમાં ઝડપથી સુધાર આવતા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફમાં પણ આનંદ જોવા મળ્યો હતો.
