WhatsApp માં અનેક નવા-નવા ફિચર્સ આવે છે. જેના કારણે ચેટિંગ કરનારની પ્રાઇવસી અને પર્સનલ ચેટને સુરક્ષિત રાખવી સરળ બને છે. WhatsApp નું એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપશન ફિચર એવા જ પ્રકારનું છે. જે બે વ્યક્તિ વચ્ચે ચેટિંગ થાય છે એ બંને વ્યક્તિ ઉપરાંત બીજો કોઈ વ્યક્તિ કે સરકાર કે એ પ્લેટફોર્મ જેના પર ચેટિંગ કરવામાં આવી રહી છે. કોઈપણ ચેટિંગ વિશે વાંચી શકશે નહીં. મહત્વની વાત એ છે કે આ ફિચર વિશ્વની કોઈપણ સરકારને પસંદ નથી. જેના કારણે યુ.કે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે સાથે મળીને Five Eyes નામનું એક વૈશ્વિક સંઘઠન બનાવ્યું. જેનામાં હવે ભારત અને જાપાનનો સમાવેશ થાય છે.
Five Eyes નામના ગ્રુપદ્વારા સોશિયલ મીડિયા દ્વારા મળેલ સંદેશ અનુસાર એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપશન ફિચર પોતાના પ્લેટફોર્મ પર પસાર થનારી ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવી ગેરકાયદાકીય બાબતને નજરઅંદાજ નહીં કરી શકે.
Five Eyes ગ્રુપના દેશનો એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શનથી શું છે સમસ્યા?

આ ગ્રુપના તમામ દેશનું કહેવું છે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શનવાળી ચેટ પ્રશાસનને સંપૂર્ણ રીતે બ્લોક કરી દે છે. જેના કારણે કાયદાકીય વ્યવસ્થાને લાગુ કરવામાં સમસ્યાઓ નિર્માણ થાય તેમજ આ ફિચર પર આતંકવાદીઓમાં પ્રવૃત્તિમાં વધારો થાય છે. એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શનના કારણે સરકાર કે સોશિયલ મીડિયા આ પ્લેટફોર્મ આ એક્ટિવિટીને રોકી શકતી નથી. એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપશન ચલાવવાવાળા પ્લેટફોર્મ આ સમસ્યાને નજરઅંદાજ કરવાનું બંધ કરે ક્રિમિનલ એક્ટને રોકવામાં પ્રશાસનની મદદ કરે.
સાઇબર પીસ ફાઉન્ડેશન નામની એક સંસ્થા એ WhatsApp અને ટેલિગ્રામ પર ચાઈલ્ડ સેક્અલ અબ્યુઝ મટીરીયલ પર એક રિસર્ચ કરી છે. જેના અનુસાર એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શનવાળા પ્લેટફોર્મ પર ચાઈલ્ડ અબ્યુઝને રોકવા માટે એક સૂચન આપ્યું. જે અનુસાર આ ફિચરમાં યુઝર રિપોર્ટિંગનું બટન તો છે. પણ ચાઈલ્ડ અબ્યુઝ રિપોર્ટ કરવા માટે એક અલગ મેકનિઝ્મ હોવું જોઈએ.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવાનું સૂચન

આ સંસ્થાના કહેવા અનુસાર યુઝર પાસે ચેટમાં કોઈપણ મેસેજ, ફોટો અને વિડીયોને ચાઈલ્ડ અબ્યુઝ કે પછી બીજી કંઈક રીતે પ્રોબ્લેમેટિક કન્ટેન્ટને ટેગ કરવાનો ઓપ્શન હોવો જોઈએ. જેના પછી યુઝરના ફોનમાં જ એ કન્ટેન્ટની એક હૈશ વૈલ્યુ બની જાય. જેના પછી હૈશ રજીસ્ટારમાં જોવું જઈએ.
સરળ શબ્દોમાં કહીએ તો પહેલા રિપોર્ટ કરવા પછી મશીન આ વિશે ચકાસે. ગેરકાયદાકીય એક્ટિવિટી છતાં ઓથોરિટીને કોન્ટેક્ટ કરવામાં આવે. જો મશીન રિજેક્ટ કરે તો યુઝરને ખબર પડે કે આ ગેર કાયદાકીય કન્ટેન્ટ છે. તો એ વ્યક્તિ એ ખાસ ભાગને એક્સપોર્ટ કરીને હ્યુમન વેરિફિકેશન માટે મોકલાવી શકે.
આ પણ વાંચો : ભારતભરમાં 7 મહિનાપછી સિનેમાઘરો ખુલ્લા, પરંતુ નહિ ખુલે ગુજરાતમાં
