રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં સુરત મોખરે છે. સુરતમાં કોરોના સંક્રમણ રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાંભર્યા છે. હાલમાં વધતા જતા કેસને લઈને SMC શાકભાજીની લારીઓ વાળા, કરિયાણાની દુકાનવાળા, ઘંટીવાળા, પેટ્રોલ પમ્પ પર, રીક્ષા ચાલકો વગેરેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં તા. 30/09/2020ના રોજ વિવિધ સંસ્થાઓમાં કુરિયર અને ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરના તમામ ઝોનના મળીને કુલ 772 કુરિયર સંસ્થાઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી કુલ 06 કુરિયર અને ફૂડ ડિલિવરી સંસ્થાના વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાકાળમાં આ સેક્ટરમાં 8 વર્ષનો સૌથી મોટો ઉછાળો
સુરતના સેન્ટ્રલ ઝોનમાં 114 ટેસ્ટ સંસ્થાઓમાંથી 04 લોકો, અઠવા ઝોનમાં 150 સંસ્થાઓમાંથી 01 કર્મચારી અને લીંબાયત ઝોનની 30 સંસ્થાઓમાંથી 01 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
