રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને આજે 53મો દિવસ છે. લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પ્રવાસી મજૂરોની હાલત કફોડી બની છે અને તેઓ પોતાના વતન જઈ રહ્યા છે. અંદાજ પ્રમાણે ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી 20.95 લાખ જેટલા શ્રમિકો કામ માટે આવ્યા છે. અંદાજે હાલ રાજ્યોમાં 5થી 6 લાખ જેટલી સંખ્યામાં શ્રમિકો છે.
65% શ્રમિકો પરત ન આવે તો 55% જેટલું કામ અટકી પડશે

રાજ્યમાં ટેકસટાઈલ, હીરાઉદ્યોગ અને રાજ્યની અલગ-અલગ GIDCમાં આવેલી ઇન્દ્રસ્ટ્રીઝમાં મોટા ભાગે પરપ્રાંતીય શ્રમિકો જ કામ કરતા હોય છે. જો વતન ગયેલા 65 ટકા શ્રમિકોરાજ્યમાં પરત નહીં આવે તો 55 ટકા જેટલું ઈન્ડસ્ટ્રીઝમાં કામ અટકી પડશે। ગુજરાતમાં ઉત્તર પ્રદેશના 5,46,975, મધ્ય પ્રદેશના 2,96,141, રાજસ્થાનના 1,91,834, ઓડીશાના 3,46,703, બિહારના 3,83,620, મહારાષ્ટ્રના 94,402, પશ્ચિમ બંગાળના 51,943, ઝારખંડના 42,414, ઉત્તરાખંડના 27, 704 અને છત્તીસગઢના 27,276 શ્રમિકો અલગ-અલગ રાજ્યોમાંથી આવી વસ્યા છે.
કારીગરોની અછતની ક્ષેત્રો પર ગંભીર અસર થશે

ક્રેડાઇના પ્રમુખ રવજી પટેલનું જણાવ્યું કે, કારીગરોની અછતની અસર વિવિધ ક્ષેત્રો પર ગંભીર થશે. ટેક્સટાઇલ, ગોલ્ડ, કન્ટ્રકશન સહિતના ક્ષેત્રોમાં મોટાભાગે લોકો પરપ્રાંતિય શ્રમિક હોય છે પરંતુ આ શ્રમિકો હવે પરત આવે તેવી શક્યતા ઓછી છે. રાજ્ય સરકારે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ 20.95 લાખ શ્રમિકોને.તેમના પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ વ્યક્ત કરી સૌથી મોટી ચિંતા, ‘આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે’
