અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ(Underworld don dawood ibrahim) ફરી એક વાર ચર્ચામાં આવી ગયો છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડ(Girlfriend)નું નામ સામે આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે એક પાકિસ્તાની એક્ટ્રેસ(Pakistani Actress) છે જેને લોકો ‘ગેંગસ્ટર ગુડિયા;ના નામથી ઓળખે છે. આ એક્ટ્રેસનું નામ મેહવિશ હયાત(Mehwish Hayat) છે.
મેહવિશ દાઉદથી 27 વર્ષ નાની છે

મીડિયા રિપોર્ટ મુજબ, મેહવિશ હયાત પહેલી એવી એક્ટ્રેસ નથી જેનું નામ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેહવિશ દાઉદથી 27 વર્ષ નાની છે. પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાઉદ ઘણા પૈસા લગાવે છે. કરાંચીમાં અને લાહોરમાં ઘણા મોટા પ્રોડ્યુસર અને ડાયરેકટર સાથે તેના સબંધ છે.
સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ

દાઉદ સાથે નામ જોડાયા પછી મેહવિશું હયાતને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
ત્યાં હયાતે કહ્યું કે એના વિરુદ્ધ સાજિશ કરવામાં આવી રહી છે. એમના કોઈ સાથે કોઈ સબંધ નથી. હાલમાં જ હયાત ને પાકિસ્તાનના મોટો નાગરિક સન્માન તમગા-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવી હતી.
અનીતા અયુબ સાથે જોડાઈ ચૂક્યું છે નામ

મેહવિશ હાયાત પહેલા દાઉદનું નામ અભિનેત્રી અનીતા અયુબથી જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટની માનીએ તો, દાઉદ અને અનીતાના પ્રેમ અંગે લોકોને ત્યારે ખબર પડી જયારે નિર્માતા જાવેદ સિદ્દીકીની નિર્મમ હત્યા થઇ હતી. આ હત્યા પાછળનું કારણએ હતું કે જાવેદે અનીતાને ફિલ્મ સાઈન કરવાથી ઇન્કાર કરી દીધો હતો.

આઈટમ નંબરથી પોતાના કરિયરની શરૂઆત કરવા વાળી મેહવિશના બૉલીવુડ પર સાહિત્યિક ચોરી કરવાનો આરોપ લગાવી ચુકી છે. તેણે આલિયા ભટ્ટના પંજાબ વિડીયો સોન્ગ પર્દાને પાકિસ્તાની સોન્ગ ગોરા રંગના જમાનાના એક જેવા હોવા પર મેહવિશએ બૉલીવુડ પર આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : ભૂમાફિયાઓ પર અંકુશ લાવવા સરકારે આપી ‘લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ’ને મંજૂરી, જાણો શું છે જોગવાઈ
