સરકારી નીકરીઓ માટે લોકો પડાપડી કરતા હોય છે. અને પદ જોયા વગર તેમાં ફોર્મ ભરી દે છે. પછી તેઓની લાયકાત ગમે તેટલી હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે
તામિલનાડુના કોયમ્બટૂર નગર નિગમમાં સફાઈ કર્મચારીની નોકરી માટે એન્જિનિયરો, ગ્રેજ્યૂએટ અને ડિપ્લોમાંની ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ અરજી કરી છે.મળતી માહિતી મુજબ સફાઈ કર્મચારીઓના 549 પદ માટે 7,000 એન્જિનિયરો, ગ્રેજ્યૂએટ અને ડિપ્લોમાંની ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ અરજી કરી છે. નગર નિગમે 549 ગ્રેડ-1 સફાઈ કર્મીના માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે.
લગભગ 70 ટકા ઉમેદવારોએ લઘુત્તમ લાયકાત પૂર્ણ કરેલી છે. ઉમેદવારોમાં મોટાભાગના એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ, સ્નાતક અને ડિપ્લોમા ધારકો છે. કેટલા લોકો તો ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે ઘણા ઉમેદવારો એવા પણ છે જે પાછલા 10 વર્ષોમાં કોન્ટ્રાક્ટ સ્વીપર તરીકે કામ કરે છે.આ લોકોએ સ્થાયી નોકરીઓ માટે અરજી કરી છે.
ખાસ કરીને ઉમેદવારો સરકારી નોકરી તેમજ સારા પગાર માટે અરજી કરી છે. ખાનગી કંપનીઓમાં વધારે સમય ની સીફ્ટ સાથે માત્ર 6 થી 7 હજાર પગાર જ મળતો હોય છે સાથે જ તેઓને કોઈ પ્રકારની સિક્યોરિટી આપવામાં આવતી નથી માટે તેઓ સરકારી નોકરી ઈચ્છે છે.
