રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વધુ વરસાદના કારણે ડેમોમાં સતત પાણીની આવક થઇ રહી છે. આ વર્ષે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. પરંતુ, ઉત્તર ગુજરાતમાં હજુય વાવાણીલાયક વરસાદ પણ થયો નથી. હાલમાં રાજ્યના કુલ 74 ડેમો હાઇએલર્ટ અને 9 ડેમો એલર્ટ પર મૂકાયા છે. પરંતુ, બનાસકાંઠાના ડેમો હજુ ખાલી જ છે.

આ વર્ષે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે. જેથી સૌરાષ્ટ્રમાં 35 ડેમો સંપૂર્ણપણે ભરાઇ ચૂક્યાં છે. તેમજ કચ્છના બે ડેમો પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે. પરંતુ, રાજ્યના 45થી વધુ ડેમોમાં માત્ર 30 % થી ઓછુ પાણી છે. ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતની સ્થિતિ વિકટ બની છે. ત્યાં વાવણીલાયક વરસાદ પણ થયો નથી. જેથી, ખેડૂતોને વાવેતરનો ખર્ચ માથે પડયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદે કર્યો વાહન વ્યવહાર ઠપ, આટલા હાઇવે થયા પ્રભાવિત
હાલમાં, ઉતર ગુજરાતના ડેમોમાં માત્ર 26.71 % જ પાણી છે. જયારે, બનાસકાંઠાના ડેમોમાં તો માત્રને માત્ર 2.41 % જ પાણી વધ્યું છે. તે ઉપરાંત, મહેસાણાના ડેમમાં 37.47 %,સાબરકાંઠામાં 22.70 % અને અરવલ્લીમાં 40.90 % પાણીનો સંગ્રહ છે. હાલ રાજ્યમાં કુલ 9 ડેમો એલર્ટ પર મૂકાયાં છે જેમાં 80થી 90 % સુધી પાણીનો ભરાઈ ગયું છે. તે ઉપરાંત,10 ડેમોમાં 70-80 % પાણી છે. આ ડેમોને વોર્નિગ પર મૂકાયા છે. નર્મદા ડેમમાં હાલ 51.52 % પાણી છે.
જયારે, સૌરાષ્ટ્રના ડેમોમાં 71.17 %, દશ્રિણ ગુજરાતમાં 66.96 % પાણીનો સંગ્રહિત થયું છે. રાજ્યના કુલ 205 ડેમોમાં કુલ મળીને 57.98 % પાણીનો સંગ્રહ થયો છે.
