સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાંની સાથે જ લોકો બિંદાસ્ત બની રહ્યાં છે તેની સાથેજ બિલ્લી પગે સુરઅઠવા ઝોનના એક જ એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં આઠ લોકો પોઝીટીવ આવતાં પાલિકાએ બિલ્ડીંગ સીલ કરવાની કામગીરી કરી છે. અઠવા ઝોનમાં મેઘમયુર એપાર્ટમેન્ટ આવ્યો છે તેમાં ચાર દિવસમાં વોચમેન સહિત આઠ લોકો પોઝીટીવ આવ્યા છે. જેમાં એક જ ઘરના બે લોકો પોઝીટીવ હોય તેવા બે ઘર છે. પહેલાં બે લોકો પોઝીટીવ આવ્યા હતા તેઓની ધાર્મિક સ્થળની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ંહતા. આ પરિવારના બે લોકો પોઝીટીવ આવ્યા બાદ ચાર દિવસમા ંબિલ્ડીંગમાં આઠ લોકો પોઝીટીવ આવતાં પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છેે. પોઝીટીવ લોકોને કોરોન્ટાઈન કરવા સાથે બિલ્ડીંગ સીલ કરાઇ છે.

હાલ જે લોકો પોઝીટીવ આવી રહ્યાં છે તેમાં વેક્સીન લીધેલા લોકોનું પ્રમાણ પણ નોધપાત્ર છે. પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે જે લોકોએ વેક્સીન લીધી છે તેઓ બિંદાસ્ત બની જાય છે અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરતાં નથી તેથી તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અઠવા ઝોનની જેમ રાંદેર ઝોનમાં પણ છેલ્લા કેટલાક દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાલિકા તંત્રએ લોકોને અપીલ કરી છે કે, વેક્સીન લીધી હોવા છતાં પણ લોકોએ તકેદારી રાખીને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરવો જરૃરી છે. જાહેર જગ્યા પર વધુ લોકો ભેગા થતાં હોય ત્યાં માસ્ક પહેરવું આવશ્યક છે.