આજે સુરતમાં મોડી સાંજે 8 પોલીસ કર્મચારીના બદલીના ઓર્ડર થયા થયા છે. શહેરમાં વધી રહેલી ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચને મજબુર બનાવામાં આવ્યો છે. આ બદલીમાં 5 જવાનોને ક્રાઇમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે.
જેમાં લાલગેટે ફરજ બજાવતા ગણપતભાઈ હરિભાઈને ડી.સી.બીમાં મુકાયા, તેમજ સચિનમાં ફરજ બજાવતા કિરણકુમાર દેવીદાસભાઈને ડી.સી.બી, ઉધનામાંથી હેમંતભાઈ યશવંતભાઈને ડી.સી.બીમાં પોસ્ટિંગ અપાયું છે, ટ્રાફિક શાખાના મુકેશભાઈ નટવરભાઈ અને લક્ષ્મણભાઇ બાબુભાઈને પણ ડી.સી.બીમાં પોસ્ટિંગ અપાઈ છે.
આ પણ વાંચો : 25 વખત રક્તદાન અને 3 વખત પ્લાઝમા દાન કરીને માનવતા મહેકાવતા શ્રીધરભાઇ
આ સિવાય અમરોલી પર ફરજ બજાવતા સંદીપ રમેશચંદ્ર સુસલાદે અને લાલગેટ પરના ભુપેન્દ્રસિંહ જસવંતસિંહને પી.સી.બીમાં પોસ્ટિંગ અપાઈ છે. સીંગણપોર- ડભોલી પર ફરજ બજાવતા ધર્મિષ્ઠા ગંભીરસિંહને ઉધનામાં બદલી કરવામાં આવી છે.
