યુક્રેન ગયેલા સુરતના 270 પૈકી 180 વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે પણ હજુ 90 વિદ્યાર્થીઓ હંગેરી, પોલેન્ડ, રોમાનીયા બોર્ડર ઉપર ફસાયેલા છે. અને પ્લેનની રાહ જોઇ રહ્યા છે. ગયા શનિવારથી લઇને આજે શનિવાર સુધીના એક અઠવાડિયામાં સુરત શહેરમાં યુક્રેનની અલગ અલગ યુનિવર્સિટીમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓમાંથી 180 વિદ્યાર્થીઓ આજદિન સુધી પરત આવી પહોંચ્યા છે. 90 વિદ્યાર્થીઓ આવવાના બાકી છે.
આ 90 વિદ્યાર્થીઓ યુક્રેન છોડીને નજીકના દેશની હંગેરી, પોલેન્ડ, રોમાનીયાની બોર્ડર પર છે. કયાં તો એરપોર્ટ પર પહોંચી ગયા છે. અને વતન આવવા માટે ભારત સરકારની પ્લેનની રાહ જોઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે દિલ્હી અને મુંબઇ એરપોર્ટ પર વોલ્વો બસની વ્યવસ્થા કરી છે. જોકે, વાલીઓ તેમના સંતાનોને લેવા માટે સીધા જ એરપોર્ટ પહોંચી રહ્યા છે.