સરકારે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રાલયે MSMEના ક્લાસિફિકેશન અને નોંધણી માટેની માર્ગદર્શિકા(Guideline)ની સંયુક્ત નોટિફિકેશન(Notification) જારી કરી છે. જે મુજબ એમએસએમઇને ઉદ્યમ કહેવાશે. સાથે જ એમએસએમઇ(Micro, Small, Medium Enterprises)ની નોંધણી માટે કોઈ દસ્તાવેજોની જરૂર નહિ પડે. ઓનલાઇન નોંધણી ફક્ત સ્વ-ઘોષણાને આધારે થશે સાથે જ કોઈ કાગળ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. આ નવા નિયમો 1 જુલાઇથી અમલમાં આવશે.
કેવી છે નોંધણીની નવી સિસ્ટમ

શુક્રવારે નવી માર્ગદર્શિકા લોન્ચ કરતાં એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીના જણાવ્યા મુજબ। ક્લાસિફિકેશન, રજીસ્ટ્રેશન અને સુવિધાની નવી સિસ્ટમ એકદમ સરળ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં આ એક ખૂબ જ ક્રાંતિકારી પગલું છે. આ પગલાઓથી સ્પષ્ટ છે કે મંત્રાલય કટોકટીના સમયમાં પડકારોનો સામનો કરી રહેલા MSMEs સાથે મક્કમપણે ઉભું છે. MSMEના ક્લાસિફિકેશન અને નોંધણીની આ નવી સૂચના જૂની તમામ સૂચનાઓને રદ કરશે. હવે MSMEએ નવી સૂચના મુજબ ક્લાસિફિકેશન અને નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે.

એસએમઇના ક્લાસિફિકેશન માટે 1 જૂને નવા ધોરણો બહાર પાડ્યા હતા. અધિકારીઓ કહે છે કે એન્ટરપ્રાઇઝ નોંધણીની પ્રક્રિયા આવકવેરા અને જીએસટીની સિસ્ટમ સાથે સંકલિત છે. નોંધણી સમયે આપેલી માહિતી પાન નંબર અથવા જીએસટીઆઇએન દ્વારા વેરિફાઈ કરી શકાય છે. નવી નોટિફિકેશન મુજબ, એક એંટરપ્રાઇઝ ફક્ત આધાર નંબર દ્વારા જ નોંધણી કરાવી શકાશે. અન્ય માહિતી જાતે આપી શકાય છે. કેન્દ્ર સરકારે દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે
આ પણ વાંચો : ચીન હોઈ કે પછી બીજી કોઈ પણ મુદ્દો, હંમેશા PM મોદીનું રક્ષા કવચ બન્યા છે દિગ્ગજ વિપક્ષ નેતા
