પોતાના જીવન જોખમે રાત-દિવસ કોરોના વોરિયર્સ(Corona Warriors) વાયરસથી સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સને લઇ રાજ્ય સરકાર(gujarat government) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની 100 બેડ વાળી હોસ્પિટલમાં 5 બેડ કોરોના વોરિયર્સ માટે રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ કોરોના વોરિયર્સ ન આવે અને દર્દી વધે જ આ બેડ વપરાશમાં લેવાશે.
કોરોના વોરિયર્સને તાત્કાલિક સારવાર મળી રહે માટે લેવાયો નિર્ણય
કોઈ કોરોના વોરિયરને ચેપ લાગે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેની જવાબદારી જે તે જિલ્લાના કલેક્ટરને સોંપવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોરોના હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતાં ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને વિશેષ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવાયો છે.
પ્રોત્સાહન મહેનતાણું અપાશે
નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-3ના કર્મચારીઓને 15,000નું માનદ મહેનતાણું અપાશે। વર્ગ-4ના કર્મચારીઓને રૂપિયા 10,000નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતાં કર્મચારીઓને રૂપિયા 5,000નું માનદ મહેનતાણું અપાશે. આ પ્રોત્સાહક મહેનતાણું સિંગલ ટાઈમ આપવામાં આવશે. અગાઉ વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગના તબીબી અધિકારીઓને 25,000 રૂપિયાંનું માનદ મહેનતાણું આપવાનો નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચો : સુરત : ટાર્ગેટ પૂરો કરવા માસ્ક ન પહેરવા બદલ આડેધડ દંડ વસુલતી પાલિકાની ટીમ, વિડીયો થયો વાયરલ
