સુરત સહિત દ.ગુજરાતના વિદ્યાર્થીઓને માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય સરકારના પ્રયત્નથી સુરતની સેલ્ફ ફાયન્સ મેડીકલ કોલેજ સ્મીમેરમાં MBBS ની બેઠકમાં 50 સીટનો વધારો કર્યો છે. જે સાથે જ નવા શૈક્ષણિક વર્ષમાં સુરતની સ્મીમેર મેડીકલ કોલેજમાં કુલે 250 સીટ થશે.

આ અંગે કેન્દ્રીય મેડીકલ કમિશનના રિપોર્ટ અનુસાર, સુરતની સ્મીમેર કોલેજ દ્વારા લાંબા સમયથી સીટો વધારવાની માંગણી કરવામાં આવી રહી હતી. જેના અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્મીમેર કોલેજની 50 જેટલી બેઠકો વધારવામાં આવી છે.
સુરત સહિત દ.ગુજરાતના વિદ્યાર્થીઓની લાંબા સમયથી મેડીકલ કોલેજની બેઠક વધારવા માટેની માંગણી હતી. જેના પર આખરે સરકાર તરફથી આખરી મોહર લગાવવામાં આવી છે. સ્મીમેર હોસ્પિલમાં MBBS ની અગાઉ 200 બેઠક હતી જેને 250 બેઠક પર પહોંચી છે. જેના પરિણામે દ.ગુજરાતના મેડિકલમાં પ્રવેશ લેવા માટેના વિદ્યાર્થીઓને રાહત મળશે.