રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1073 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 14,815 થઈ ગઈ છે. રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં 1046 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદના 138 દર્દીઓ અને સુરતથી 102 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 23 દર્દીનાં મોત થયા છે. તેની સાથે કુલ 2557 દર્દીઓના સારવાર દરમિયાન દુઃખદ મૃયુ થયા છે.
દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 237, અમદાવાદ શહેરમાં 143, વડોદરામાં 105, રાજકોટમાં 80, જામનગરમાં 45, અમરેલીમાં 30 અને કચ્છમાં 27 કેસ નોંધાયા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા રજુ થયા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના દુ:ખદ નિધન થયા છે. જેમાંથી સુરતના 6, અમદાવાદના 5, રાજકોટના 3, જૂનાગઢના 2, રાજકોટના 2, વડોદરાના 2, ગાંધીનગરના 1, જામનગરમાં 1, પાટણમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.