આવતી કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવવના હોવાથી વિધાનસભાની પહેલી બેઠક મોકૂફ રહેશે, રાષ્ટ્રપતિના કલાકના સંબોધન બાદ 1 વાગે બેઠક શરૂ થશે. બોર બાદ આવતી કાલે એક જ બેઠક યોજાશે. કાલની એટલે કે ગુરુવારની બેઠક મંગળવારે મળશે. અગાઉ વિધાનસભાની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના કારણે મોકૂફ રખાઈ હતી અને બે સત્ર ત્યાર બાદના રહ્યા હતા.
ગઈ કાલે મળેલી કામકાજ સલાહકાર સમિતીમાં ગૃહનાં બન્ને પક્ષોએ રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને સહર્ષ સ્વીકર્યો હતો.

ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ રાષ્ટ્રપતિ આ રીતે ગુજરાતમાં વિધાનસભામાં સંબોધન કરશે. ત્યારે તેઓ એક કલાક 11 થી 1એ કલાક દરમિયાન વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. ગૃહની અંદર આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખો આ સંબોધન કરશે.
લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઇને તેઓ વિધાનસભા ગૃહમાં એક કલાક વાત કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે ગુજરાતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્વારકા અને જામનગરમાં પ્રવાસની પણ મુલાકાત કરવાના છે. જો કે આ પહેલા તેમનો સૌરાષ્ટ્ર નો જ પ્રવાસ હતો પરંતુ મુખ્યમંત્રીએ તેમણે ગુજરાત વિધાનસભા ના ચાલુ સત્રમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું