દેશમાં ઘણા બધા લોકો ગામમાંથી શહેરમાં ભરણ પોષણ માટે જાય છે. ગામમાંથી શહેરમાં આવનારા લોકોને મુખ્યત્વે આવકની શોધમાં આવે છે. પરંતુ એ લોકોને છેવટે દૈનિક મજદૂરી કમાવવા માટે બાંધકામ ક્ષેત્ર સાથે સંલગ્ન થવું પડે છે.બધા જ શહેરોમાં એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સના નિર્માણ માટે મજ઼દૂરોની જરૂરિયાત હોય છે. જે મજદૂર માતા-પિતા કામ કરતા હોય તે તેમના બાળકોને સાથે જ લઇ જાય છે અને એ માતા-પિતા કામ કરતા રહે છે અને બાળકો એક બાજુ એમને રમવા માટે છોડી દે છે. પરંતુ જો વાસ્તવિક જોવા જઈએ તો આ વાતાવરણ એ બાળકો માટે સ્વચ્છ અને સુરક્ષિત નથી.

આ કારણોને લીધે બાળકો માટે અધિક સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવવામાં મદદ કરવા માટે કર્ણાટક સરકારે બાળકોને રમવા અને સમય પસાર કરવા માટે જૂની બસો અને નર્સરી બનાવવાની યોજના બનાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર જૂની પડી બસો BMTC અને KSRTC બસોને લેવામાં આવશે અને એમણે પેન્ટ કરીને એકદમ નવું બનાવવામાં આવશે. તમામ બસોને કલરફૂલ બનાવવામાં આવશે. જેથી બાળકો આ બસની તરફ આકર્ષિત થાય. બાળકોને રમવા માટે બસની અંદર બાળકોને રમકડાં અને પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે.
ક્રૅચ બનાવવાની જવાબદારી શ્રમ વિભાગે લીધી છે. આ ક્રૅચ બનાવ્યા પછી એમને એનજીઓને સોંપી દેવામાં આવશે. સરકારની યોજના અનુસાર આ ક્રૅચ વિભાગના કર્મચારી બાળકોને નાશ્તો પણ આપશે. આ તમામ ક્રેચસ નિર્માણ સાઈટની આજુબાજુ જ રહેશે જેથી મજદૂર માતા-પિતા જ્યારે મન થશે. ત્યારે આવીને પોતાના બાળકોને મળી શકશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.