સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે. ઘણા દેશો કોરોનાની વેક્સીન શોધવાની દિશામાં પણ કાર્ય કરી છે. હાલમાં, રશિયા (Russia) એ પોતાની કોરોનાની રસી નોંધાવી પણ દીધી છે. જેનું નામ ‘સ્પુટનિક વી’ (Sputnik V) આપ્યુ છે. પરંતુ, હાલમાં મલેશિયા (Malaysia) ના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મલેશિયાના આરોગ્ય વિભાગના ડાયરેકટર જનરલ નૂર હિશમ અબ્દુલ્લાએ શનિવારે ફેસબુક પર એક પોસ્ટ શેરમાં લખ્યુ હતુ કે, મલેશિયામાં ભારતથી પાછા ફરેલા એક રેસ્ટોરન્ટ માલિક અને ફિલિપાઇન્સથી પાછા ફરેલા બીજા 2-3 લોકોમાં કોવિડ-19નો એક નવો પ્રકાર સામે આવ્યો છે. જે ખુબજ ગંભીર અને પ્રમાણમાં વધુ ચેપી અને હાનિકારક છે. આ વાયરસના પ્રકારનું નામ ‘D614G’ આપ્યુ છે. આ પ્રકાર ‘D614G’ એ કોરોનાનો સુષ્પત પ્રકાર છે, જે પછળથી વધુ ગંભીર અને આક્રમક સ્વરુપ લે છે.

કોરોના વાયરસના આ પ્રકારની જાણકારી લોકોને આપનારા જનરલ નૂર હિશમ અબ્દુલ્લા એ પહેલા વૈજ્ઞાનિક છે. તેમણે આ વાયરસના પ્રકાર વિશે કહ્યું છે કે, જો આ પ્રકાર ખરેખર અસ્તિત્વમાં હોય, તો અત્યાર સુધી શોધવામાં આવેલી કોરોનાની રસીઓ નિષ્ફળ પુરવાર થશે. પરંતુ, આ અંગે WHOએ કોઇ પુષ્ટિ કરી નથી. WHOએ કહ્યુ છે કે, એવા કોઇ પુરાવા નથી કે જેમાં કોરોના વધુ આક્રમક કે ચેપી પુરવાર થાય.
આ પણ વાંચો : શા માટે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓ પાછા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ?
કોરોનાનો આ પ્રકાર મલેશિયામાં 45 લોકોના જૂથમાંથી 3 લોકોમાં જોવા મળ્યો છે. આ વાયરસ ભારતથી પરત આવેલા એક રેસ્ટોરન્ટના માલિક દ્વારા ફેલાયેલો છે. ફિલિપાઇન્સથી પાછા ફરતા લોકોના બીજા જૂથમાં પણ વાયરસનો આ પ્રકાર જોવા મળ્યો હતો. આ વિશે જનરલ નૂર હિશમ અબ્દુલ્લાએ કહ્યું હતુ કે, મલેશિયામાં આ પ્રકારના લક્ષણો ધરાવતા લોકોને પરીક્ષણના આધારે તાત્કાલિક ધોરણે શોધી કઢાયા છે. જો આ દાવો સાચો હોય તો વિશ્વએ ખરેખર ચેતી જવાની જરુર છે.
