પોતાના ગામમાં બાળકોને શિક્ષા આપવાના પ્રયાસોને લઇ એક ફળ વેચનારને ભારત સરકારે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો માંથી એક પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આ વર્ષે 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 115 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. જેમાં એવા લોકોનું નામ પણ છે જેમાં દક્ષિણ કન્નડના હરેકલા હજાબ્બા પણ સામેલ છે.
સંતરા વેચવા વાળા હજાબ્બા જે મંગલોર પાસેના નયાપડાપું ગામના છે. હજાબ્બાએ પોતે કોઈ પ્રકારની શિક્ષા લીધી નથી. જયારે તેમણે પોતાના ગામના બાળકો માટે એક સ્કૂલ શરુ કરી છે. અને હાલમાં એક વિશ્વવિદ્યાલય બનાવવાની તૈયારીમાં છે.
પ્રવીણ કસ્વા નામના એક IFS અધિકારીએ ટ્વીટ ખબર જાહેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, દક્ષિણ કન્નડના ફળ વિક્રેતા હજાબ્બા એક દશકથી પોતાના ગામ ન્યુપડાપૂમાં એક મસ્જિદમાં ગરીબ બાળકોને ભણાવે છે. પ્રવીણે આગળ લખ્યું હજાબ્બાને જયારે અધિકારીઓએ સૂચના આપી કે તેમને પદ્મ શ્રી મળી રહ્યો છે ત્યારે તેઓ એ સમયે એક રાસનની દુકાન પર લાઈનમાં ઉભા હતા.
આવી રીતે મળી સ્કૂલ ખોલવાની પ્રેરણા

હજાબ્બા પોતે ક્યારેક સ્કૂલે ગયા નથી. એક ખબર મુજબ હજાબ્બાએ ખુલાસો કર્યો કે એક દિવસ વિદેશી પર્યટન તેમની પાસે ફળ લેવા માંગતા હતા. તેમણે પૂછ્યું પણ તે સમજી ન શક્યો. તે કપલ જતું રહ્યું. ત્યાંથી તેમને શાળા ખોલવાની પ્રેરણા મળી કે જેથી તેઓના ગામના બાળકોને ક્યારેય આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે, જેમાંથી તેઓ પસાર થયો છું.
એક અહેવાલ મુજબ, હજાબ્બાએ ગામમાં વર્ષ 2000 સુધી સ્કૂલ ન હતા. તેમણે પોતાની નાનકડી કમાણીથી શાળા શરુ કરી. જેમ જેમ વિધ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ, તેમણે લોન પણ લીધી અને બચતનો ઉપયોગ સ્કૂલ માટે જમીન ખરીદવા કર્યો.

માત્ર 150 રૂપિયા પ્રતિ દિવસ કમાતા હજાબ્બાને ગામના લોકોનું સારું સમર્થન ન મળ્યું હતું. પરંતુ તેમણે માત્ર 28 વિદ્યાર્થીઓ સાથે શાળા શરુ કરી. વર્ષ દર વર્ષે સંખ્યા વધતી ગઈ. તેઓ રોજ સ્કૂલ પ્રાંગણની સફાઈ કરે છે અને વિદ્યાર્થીઓને પીવા માટે પાણી પણ ઉકાળે છે.
પરંતુ તેમને સ્થાનિક અધિકારીઓના સંયુક્ત પ્રયાસોને ત્યારે પ્રોત્સાહન મળ્યું જયારે શનિવારે તેમને ગૃહમંત્રાલય તરફથી ફોન પર જાણકારી મળી કે હજાબ્બાને પુરસ્કારની સન્માનિત કરાશે.
