26 માર્ચે ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજનાર છે.ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સતત નિવેદનો આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્ક હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.જો કે કોંગ્રેસના ધારાસભ્યો આ વાતને સમર્થન આપતાં નથી રહ્યા. અને ભાજપ તોડજોડની નીતિ અપનાવતો હોવાનું કોંગ્રેસના નેતાઓ પોતે જ કહી રહ્યા છે.
આજે કોંગ્રેસના ધારાસભ્ય દંડક શૈલેષ પરમારે નિવેદન આપતા કહ્યું કે ‘કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ છે. અમને કોઈ ઓફરો થઈ નથી, હું કોઈ જ્યોતિરદિત્ય સિંધિયા નથી કે એમની જેમ પાર્ટી છોડી દઉં. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તોડજોડની નીતિ કામ લાગશે નહીં. અમારું સંખ્યાબળ કોંગ્રેસ અને એક અન્ય મળી કુલ 74નું છે અને તે અકબંધ રહેશે.’
આ પણ વાંચો : ‘વૈશ્વિક મહામારી’ બન્યું કોરોના વાયરસ, પણ મહામારી અંગે કેવી રીતે લેવામાં આવે છે નિર્ણય ?
