કોરોના વાઇરસથી બચવા હાલ માસ્ક જ સૌથી મોટું હથિયાર છે. માસ્ક કોરોના ફેલાવાની સંભાવના ઘટાડે છે, વિશેષજ્ઞોનું કહેવું છે કે માત્ર એન-95 માસ્ક જ નહીં, પરંતુ કોટનના કપડામાંથી બનેલું ત્રણ પડનું માસ્ક પણ કોરોના સંક્રમણ બચાવવામાં કારગત છે, પરંતુ એ જાણવું ખુબ અગત્યનું છે કે તેનો ઉપયોગ અને મેન્ટેન કેવી રીતે કરવું ? એક સંશોધન મુજબ કપડાના માસ્કને દરેક ઉપયોગ બાદ રોજ ઉચા તાપમાનમાં ધોવું જરૂરી છે, એ રીતે ધોવાથી જ આ માસ્ક કોરોના તમને વાઇરસથી બચાવવામાં કારગત સાબિત થઇ શકે છે.
સર્જીકલ માસ્કનો ઉપયોગ વારંવાર કરવું હાનીકારક

ઓસ્ટ્રેલિયામાં ન્યુ સાઉથ વેલ્સ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર રૈના મેકઇન્ટાયરના અનુસાર કપડાના માસ્ક અને સર્જિકલ માસ્ક બન્નેને ઉપયોગ કર્યા બાદ દુષિત માનવા જોઇએ. સર્જિકલ માસ્ક ઉપયોગ કર્યા બાદ ડિસ્પોઝ કરવામાં આવે છે, જ્યારે કપડાના માસ્કનો વારંવાર ઉપયોગ થાય છે, આવા માસ્કનો અનેકવાર ઉપયોગ કરવા તેમજ તેનાથી હાથ લુછવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કપડાના માસ્કને 60 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીથી ધોવાની સલાહ આપી છે, બીએમજે ઓપન જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર હાથ કરતા મશીનમાં ધોયેલા માસ્ક વધારે સુરક્ષિત હતા. તેમણે અભ્યાસમાં જણાવ્યું કે માસ્કને હાથથી ધોવાથી જીવાણુઓથી પુરતી સુરક્ષા નહોતી મળી જેટલી મશીનથી ધોવાથી મળી હતી, મતલબ કે હાથથી ધોયેલા માસ્કમાં સંક્રમણનો ભય બમણો વધારે હતો.
આ પણ વાંચો : ઈઝરાયલમાં લોકડાઉન, કોઈ પણ વ્યક્તિ એક કિલોમીટરથી વધુની મુસાફરી નહિ કરી શકે
